મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી દ્વારા જણાવાયું છે કે, આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. મોરબી તથા આસપાસના વિસ્તારોમાં વસતા ભૂદેવોને આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે. કેમ્પમાં જોડાઈને આયુષ્માન કાર્ડ કઢાવવા ઈચ્છુક લોકોએ તારીખ 25 જૂન થી 20 જુલાઈ સુધીમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાસ જણાવાયું છે. જેમાં ડોક્યુમેન્ટ પાછળ જે તે વ્યક્તિનું નામ, 2 અલગ અલગ મોબાઈલ નંબર તથા સરનામું ફરજિયાત લખીને તાજેતરનો મામલતદારનો આવકનો દાખલો (4 લાખથી ઓછી આવકનો), રાશન કાર્ડ, રાશન કાર્ડમાં નામ ધરાવતા તમામ વ્યક્તિના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ જમા કરાવવાની રહેશે. ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે (1) સાર્થક વિદ્યામંદિર, કેસર બાગ પાસે, મોરબી- 2 સમય સાંજે 4 થી 6 કલાકે મો. 7016363350, (2) લાભ અસોસીએટ્સ, ઓમ શોપિંગ સેન્ટર, રવાપર મેઈન રોડ, મોરબી સમય સાંજે 4 થી 6 કલાકે મો. 94294 84440, (3) સિટી વિઝન ઓફિસ, HDFC Bankની બાજુમાં, રવાપર રોડ, મોરબી સમય સાંજે 4 થી 6 કલાકે, મો. 98242 53037, (4) ત્રિલોકધામ મંદિર, નવલખી રોડ, મોરબી સમય સાંજે 4 થી 6 કલાકે, મો. 97277 16177. કેમ્પની તારીખ ડોક્યુમેન્ટ જમા કરાવનારને ફોનથી જણાવવામાં આવશે.