કેમ્પમાં 350 જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા મોરબી : મોરબીમાં ખવાસ રજપૂત સમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો. આ આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં 350 જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. સમસ્ત ખવાસ રજપૂત સમાજ યુવક મંડળ મોરબી જિલ્લા તેમજ મોરબી નગરપાલિકા અને અગનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રી યોજના મુજબ મોરબી ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તંત્રના સહયોગથી 350 જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.