મોરબી : મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુટુંમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીની અધ્યક્ષતામાં 70 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુટું હેઠળ આવતા વિસ્તારના 70થી વધુ ઉંમરના બાકી રહેલા લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. આ કામગીરી માટે મેડિકલ ઓફિસર ડૉ. જીગ્નેશ પંચાસરા, એમ.પી.એચ.એસ. હર્ષદ પાંચોટીયા, એમ. પી. ડબલ્યુ, રવિન દેગામા , જશવંત ચાવડા, તથા રણછોડ ભાઈ દ્વારા લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.