મોરબી : મોરબીના જાંબુડિયા ગામનું આયુષ્માન આરોગ્ય મંદિર બંધ રહેતું હોવાની ત્યાંના સ્થાનીકે રાવ કરી છે. આ મામલે આરોગ્ય અધિકારીએ તપાસ કરવાનું પણ કહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના જાંબુડિયા ગામના સ્થાનિક આયુષ્માન આરોગ્ય મંદિરે જતા તે બંધ હતું. તેઓએ 104 નંબરમાં ફોન કરતા ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે આ આયુષ્માન આરોગ્ય મંદિર સવારે 10થી 12 અને સાંજે 4થી 6 દરમિયાન જ ખુલ્લું રહે છે. જો કે સ્થાનિકના જણાવ્યા અનુસાર તેઓ 12 વાગ્યે અને 4:30 વાગ્યે ગયા હતા. બન્ને ટાઈમ આ આરોગ્ય મંદિર બંધ હાલતમાં હતું. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીવાસ્તવએ જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે. ત્યાં એક જ કર્મચારી ફરજ પર છે. તે કોઈ સરકારી કામ સબબ બહાર ગયા હતા કે કેમ તે અંગે વિગતો લેવામાં આવશે.