મોરબી : મોરબીના વોર્ડ નં -13ના વાઘપરા વિસ્તારમાં આવેલી સતવારા સમાજની વાડીમાં તા. 23 ઓક્ટોબર ને સોમવારના રોજ આયુષ્માન કાર્ડ કાઢવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કેમ્પનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.આવતીકાલે 23 ઓક્ટોબર ને સોમવારે સવારે 9-30 થી 12-30 સુધી વાઘપરા શેરી નં 6 સતવારા સમાજની વાડીમાં આયુષ્માન કાર્ડ કાઢવા માટેના કેમ્પનું આયોજન કરાયું છે. કાર્ડ કઢાવવા માટે ફોટા વાળો આવકનો દાખલો, રેશનકાર્ડ, ઘરના બધા સભ્યના આધારકાર્ડની ઝેરોક્ષ સાથે રાખવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો. નં 70168 56511 ઉપર સંપર્ક કરવો.