ICU અને વેન્ટિલેટરની અગ્નિપરીક્ષામાંથી હેમખેમ બહાર આવી નવું જીવન મેળવનાર ફાઈટર્સના અડગ મનોબળને અપાશે વિશેષ સલામી; 13 સપ્ટેમ્બરે યોજાશે પ્રેરણાદાયક કાર્યક્રમમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગંભીર બીમારીઓ સામે લડીને, ICU અને વેન્ટિલેટરની અગ્નિપરીક્ષા પાર કરીને નવું જીવન મેળવનાર દર્દીઓના અડગ મનોબળ અને તેમની જીતની સફરને સલામ કરવા માટે મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા એક ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમને 'વેન્ટિલેટરના વોરિયર્સ – જીવનની જીતનું સન્માન' નામ આપવામાં આવ્યું છે. આ સમારોહ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ તે દર્દીઓની હિંમત, તેમના પરિવારના અતૂટ વિશ્વાસ અને તબીબોની સાચી સારવારની અદભુત જીતની ઉજવણી છે. મૃત્યુને મહાત આપીને પાછા ફરેલા આ અસલી લડવૈયાઓને પ્રોત્સાહિત કરવા આ ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાવા જઈ રહ્યો છે.કાર્યક્રમની વિગતો તારીખ: 13 સપ્ટેમ્બર 2026, રવિવારસમય: સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધીસ્થળ: આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબીઆયુષ હોસ્પિટલ દ્વારા મોરબીની જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કે, આવો અને જીવનની સૌથી મોટી જીત મેળવનારા આ ફાઈટર્સના ઉત્સાહવર્ધક સન્માનના સાક્ષી બનીએ.વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો: મો.7575088884#MorbiUpdate #MorbiNews #AayushHospitalMorbi #VentilatorWarriors #HealthCare #Morbi #MedicalMiracle #LifeSavers #Inspiration #HealthUpdate