મોરબીઃ મોરબીના દર્દીઓને સારી આયુર્વેદિક સારવાર મળી રહે તે હેતુથી નરસંગ ટેકરી મંદિરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. નરસંગ ટેકરી મંદિરે શરૂ થયેલા આયુર્વેદિક દવાખાનામાં ફક્ત 10 રૂપિયાના ટોકન દરે નિદાન અને દવા આપવામાં આવી રહી છે. આ આયુર્વેદિક દવાખાનાનો સમય સવારે 9 કલાકે થી બપોરે 12-30 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.