તમામ દર્દીઓને કેન્સરની આયુર્વેદિક નિઃશુલ્ક સારવાર, રહેવા-જમવાની પણ વ્યવસ્થામોરબી : કેન્સરની બીમારીના દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર આપતી આયુર્વેદિક કેન્સર હોસ્પિટલનું આવતીકાલે તા.23ના રોજ મોરબી ખાતે શુભારંભ થઇ રહ્યો છે. વાંકાનેર - લજાઈ રોડ ઉપર જડેશ્વર મંદિરની પાછળ આદેશ આશ્રમ ખાતે મોરબીમાં કેન્સર આયુર્વેદિક હોસ્પિટલ શરૂ થનાર છે.મોરબીના સેવાભાવી અજયભાઇ લોરિયાના જણાવ્યા મુજબ આ આયુર્વેદિક હોસ્પિટલમાં તમામ સારવાર, દવા, રહેવા - જમવાની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ હોસ્પિટલનો શુભારંભ તા. 23-03-2024ને શનિવારના રોજ સંતો - મહંતોના હસ્તે સવારે 9:00 કલાકે કરવામાં આવશે. અને અગાઉ જે લોકડાયરાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઓસમાન મીર, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના કલાકારોનો ભવ્ય લોકડાયરો યોજવાના હતો. તે અનિવાર્ય કારણોસર મોકૂફ રાખેલ છે.આ આયુર્વેદિક હોસ્પિટલનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. આ માટે મોબાઈલ નંબર 93275 53668 પર સંપર્ક કરી શકાશે. આ સંસ્થામાં તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. વિનામૂલ્યે ડોક્ટરની તપાસ, તમામ દવા, વિશ્રામ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા, વાહન પાર્કિંગ વ્યવસ્થા વગેરે સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ટ્રસ્ટમાં દાતાઓ અનુદાન કરી કેન્સર દર્દીને મદદરૂપ પણ થઈ શકે છે.