વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપરાંત જુના અને નવા વઘાસિયા જવા માટે પણ ટોલ દેવો પડે તેવી સ્થિતિ : હાઇવે ઓથોરિટી કહે છે નકલી ટોલનાકાના દુષણને અટકાવવા કાર્યવાહીવાંકાનેર : વાંકાનેરના વઘાસીયા ગામ પાસે રાતો રાત નેશનલ હાઈવે ઓથોરીટીએ એક જ કિલોમીટરની ત્રીજીયામાં બે બે ટોલનાકા ઉભા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. આ નવા ટોકનાકા શરૂ થતાં હવે જુના અને નવા વઘાસિયા જવા માટે પણ ટોલ ચૂકવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે હાઇવે ઓથોરિટીએ ગ્રામજનોને ટોલ નહિ ચૂકવવો પડે તેમ જણાવ્યું હતું.વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ વઘાસીયા ગામે બંધ પડેલી ફેક્ટરીમાંથી વાહનો પસાર કરાવતું નકલી ટોલનાકુ પકડાયુ હતુ. આ ટોલનાકાના ઘેરા પડઘા અંતે જુના અને નવા વઘાસીયા ગામમાં પણ ટોલનાકા ઉભા કરી દેવામાં આવ્યા હોવાની ચોકાવનારી વિગત પ્રકાશમાં આવી છે.દિવાળીના તહેવાર ઉપર મુખ્ય કોન્ટ્રાકટર દ્વારા રાતો હાઇવેથી નવા વઘાસિયા અને જૂના વઘાસિયા ગામ જવાના રસ્તે બે ટોલનાકા ઉભા કરી દીધા છે. અને નવા-જૂના વઘાસિયાથી અર્ધા કિ.મી.ના અંતરે ટોલનાકામાં તગડો ટોલટેકસ વસુલવામાં આવનાર હોવાથી હવે ગ્રામજનો પણ દંડાશેવધુમાં કોન્ટ્રાકટર દ્વારા ઈલેક્ટ્રીક ફાટક, તેનુ સેન્સર સહિતનો સામાન નાખવામાં આવ્યો છે અને તહેવારમાં જ વાહન ચાલકો પાસેથી ટોલ વસુલવાનું શરૂ કરવામાં આવનાર હોવાનુ જાણવા મળી રહયુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારની મધ્યરાત્રીથી ટોલ વસુલવામાં આવનાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, નેશનલ હાઇવે ઉપરથી પસાર થવા માટે વાહનચાલકોને ટોલ આપવો પડે છે પરંતું અહીં આ બન્ને ગામ જવા માટે પણ ટોલનાકા શરૂ થતાં લોકોમાં દેકારો બોલી ગયો છે.બીજી તરફ મોરબી જિલ્લા કલેકટરે આ અંગે જણાવ્યું હતુ કે, નવા બનેલા બે ટોલનાકા અંગે ખબર નથી પરંતુ તે અંગેની તપાસ કરવામાં આવશે. વાંકાનેરના જૂના અને નવા વઘાસિયા ગામે રાતો-રાત ટોલનાકા બની ગયા છે તે અંગેની હજુ સુધી ગ્રામ્ય વિસ્તારમાંથી કોઇ ફરિયાદ મળી નથી. જો કે, આ અંગે કલેકટર તંત્રે મંજૂરી આપી છે કે કેમ? તે અંગે પૂછતા કલેકટરે જણાવ્યું હતુ કે, ખબર નથી પણ તપાસ કરવામાં આવશે.દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે બોગસ ટોલનાકાના દુષણને અટકાવવા જ વધારાના ટોલનાકા સરકારની મંજૂરીથી ચાલુ કરવામાં આવ્યા હહોવાનું જણાવ્યું હતું. સાથે જ નવા અને જૂના વઘાસિયા ગામે આવતા વાહનો માટે ટોલ નહિ લેવામાં આવે તેવી સિસ્ટમ વિકસાવી હોવાનું તેમને જણાવી જો વાહન નવા વઘાસિયા ગામથી જુના વઘાસિયા જવું હોય તો ટોલ નહિ ચૂકવવો પડે પરંતુ જો વઘાસિયા ગામ થઈ હાઇવે ઉપર જશે તો ટોલ ચૂકવવો પડશે તેમ જણાવ્યું હતું. સાથે જ ટોલનાકાના તમામ નિયમો અહીં લાગુ પડશે તેમ પણ જણાવ્યું હતું.