ટંકારા : એકબીજાના દુશ્મન શ્વાન અને બિલાડી ટંકારામાં એકસાથે જોવા મળ્યા છે. મિત્રતાનો આ અદ્ભુત નજારો જોઈને લોકો પણ કુતુહલ પામ્યા છે. ટંકારાના ભાગોળે આવેલા બાપા સીતારામ શાંતિ આશ્રમ ખાતે કાયમ શત્રુ ભાવ રાખનાર બિલાડી અને કુતરા ભેરૂડા બની મજાકમસ્તી, રમતગમત સાથે નિર્લિપ્ત ભાવે ભોજન આરોગીને લોકોને મિત્રતાની અદ્ભૂત ઝાંખી કરાવેલ છે. ઉલ્લેખનીય છે કે આશ્રમમાં બિરાજમાન ભગવાન શ્રીરામના પરમભક્ત પ્રાયશ્ચિત હનુમાનજી તેમજ માતા સીતા અને પિતા શ્રીરામના અનન્ય ભક્ત એવા બાપાના આ સ્થાન પર પશુઓ વિહરે છે, પંખીઓ વૃક્ષો ઉપર કિકિયારી કરે છે. વધુમાં, આશ્રમમાં માટેલ કે દ્વારકા જતા પગપાળા સંધ માટે આશ્રય અને વટેમાર્ગુ માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સ્વ. લાલદાસબાપુની આ સાધના ભુમીમાં હાલે પ્રાણજીવનદાસ બાપુ સેવા-પુજા અને વ્યવસ્થા કરે છે.