મોરબી : Ministry of MSME અને ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII)ના સંયુક્ત ઉપક્ર્મે અમલીકૃત તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી અને મોરબી સિરામિક એસોસિએસનના સપોર્ટથી મોરબી જિલ્લાના ઉદ્યોગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક સંકલિત મોડલ અમલ કરવા એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દરમ્યાન EDII ના ફેકલ્ટી ડો. દિપક કુમાર યોગી દ્વારા ઉદ્યોગ સાહસિકોને EDII વિશે માહિતી આપતી વીડિયો ક્લિપ બતાવવામાં આવી હતી તેમજ તે અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબીના આસિસ્ટન્ટ કમિશનર વિશાલ આર. દેત્રોજા દ્વારા સરકારી યોજનાના લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. EDII ના ફેકલ્ટી ધ્રુવ પટેલ દ્વારા IPR અંગે માહિતી આપવામાં આવી હતી. IPR શું છે? IPR ના વિવિધ પ્રકારો, IPR ના વિવિધ ઉદાહરણ, IPR રજિસ્ટ્રેશન પર મળતી વિવિધ સરકારી સહાય તેમજ અન્ય બાબતો વિશે ઉંડાણપુર્વક સમજ આપવામાં આવી. આ એક દિવસીય INTELLECTUAL PROPERTY RIGHTS (IPR) અવેરનેશ વર્કશોપ દરમ્યાન 72 ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા. આ તાલીમ મા EDII, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી, મહિલા અને બાળવિકાસ કચેરી મોરબી અધિકારીઓ, શ્રી આશાપુરા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ – કચ્છના પ્રતિનિધિઓ અને શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના-અને જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ મોરબીના પ્રતિનિધિઓમાંથી આવેલા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.