મોરબી : મોરબીમાં સાણંદથી મંજૂરી લઈને આરોગ્યની ખાતરી કરીને મોરબી પહોંચેલા પ્રૌઢ દંપતીએ જાતેજ આરોગ્ય વિભાગને જાણ કરી કોરનટાઈન થયા : અન્ય લોકો પણ પોતાની નૈતિક જવાબદારી નિભાવે તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું મોરબીમાં કોરોના મહામારી સામે લડવા પોલિસ તંત્ર- વહીવટી તંત્ર સતત ખેડપગે છે ત્યારે લોકો પણ તંત્રને સાથ આપે એ પણ જરૂરી છે મોરબી જીલ્લો તાજેતરમાં જ ગ્રીન ઝોનમાં સમાવવામાં આવ્યો છે જે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના યોદ્ધાઓની મહેનત અદભુત છે ત્યારે બહારથી આવતા લોકોએ પણ જાતેજ પોતાની નૈતિક જવાબદારી નિભાવવી જોઈએ એવો જ એક ઉદાહરણ રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં આજે બપોરે સાણંદથી દીપકભાઈ મહેતા તેના પત્ની ઇલાબહેન સાથે મંજૂરી સાથે મોરબીના તેના ઘરે ચિત્રકૂટ સોસાયટીમાં નિવાસ સ્થાને પહોચ્યા હતા જેમાં સાણંદમાં પણ આરોગ્યની ચકાસણી કરાવ્યા બાદ આજે મોરબીમાં પહોંચી આરોગ્ય વિભાગને જાણ કરી હતી અને આરોગ્ય વિભાગના ડો.ચેતન વારેવાડિયા દ્વારા ટીમ મોકલી અને બંને પ્રૌઢ દંપતીની આરોગ્યની ચકાસણી કરી હતી સાથે જ ઘરના અન્ય લોકોનું પણ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યની ટીમે પ્રૌઢ દંપતીને તેના ઘરના ઉપરના માળે કોરોન્ટાઇન કર્યું હતું સાથે જ દીપકભાઈ અને તેના પત્નીને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બિરદવવામાં આવ્યા હતા અને તમામ લોકો આ રિતે જ જો આરોગ્ય વિભાગનો સમ્પર્ક કરી જાતે જ પોતાની નૈતિક ફરજ નિભાવશે તો મોરબી જીલ્લામાં આગામી સમયમાં એક પણ પોઝિટીવ કેસ નહિ આવે તેવી ખાતરી આરોગ્ય વિભાગના અધિકારી ડો.ચેતન વારેવાડિયા દ્વારા આપવામાં આવી છે સાથે જ લોકો આરોગ્યની ટીમોને સાથ આપે અને ક્યાંય પણ કાંઈ જાણ થાય તો આરોગ્ય વિભાગ અથવા તંત્રનો સમ્પર્ક કરી આ મહામારી સામેની લડાઈમાં સાથ આપે એવી અપીલ કરી હતી. સાથે જ મોરબીના ચિત્રકૂટ સોસાયટીના રહેવાસી અને નિવૃત જીએમબીના કર્મચારી દીપકભાઈ મહેતા દ્વારા પણ લોકો તંત્રને સાથ આપે અને કામ વિના બહાર ન નીકળે તેવી અપીલ કરાઇ હતી.