વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુંવાંકાનેર (મોરબી અપડેટ) : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના હેઠળ એલ. કે. સંઘવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે POCSO એક્ટ, ગુડ ટચ-બેડ ટચ (સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ) તેમજ બાળલગ્ન પ્રતિબંધક કાયદા અંગે વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારની બાળ અને મહિલા કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળ સુરક્ષાના ઉપાયો, સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ વચ્ચેનો તફાવત તથા તેને લગતી કાયદાકીય જોગવાઈઓ અંગે વિદ્યાર્થીનીઓને સરળ ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શાળાના પ્રિન્સિપાલ દર્શનાબેન જાની અને શિક્ષકગણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આત્મસુરક્ષા અંગે જાગૃતિ કેળવી હતી.#Morbi #MorbiUpdate #LKSanghviSchool #WomenAndChildDevelopment #ChildSafety #POCSOAwareness #GoodTouchBadTouch #BetiBachaoBetiPadhao #SayNoToChildMarriage #MorbiNews