ગ્રામજનોને પર્યાવરણ વિષે માહિતી આપી જાગૃત કરાયા મોરબી: માળીયા તાલુકાના ચાંચાવદરડા ગામે ગઈ કાલે ઇખ 22 જાન્યુઆરીના રોજ ગ્રીન ગુડ ડીડ્સ અને બ્લુ ગુડ ડીડ્સ લીલાછમ રાખવા માટે જરૂરી ઉપાયો અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત ઈકોલોજી કમિશન અને સમર્થ ઓર્ગનાઈઝેશન ટ્રસ્ટ દ્વારા ગ્રામજનોને પર્યાવરણ અંગે માહિતી આપીને જાગૃત કરાયા હતા. આ જાગૃતિ કાર્યક્રમ ગુજરાત ઈકોલોજીના સૌજન્યથી મેમ્બર સેક્રેટરી તથા ડિરેક્ટર નિશ્ચલભાઈ જોશીની પ્રેરણાથી સમર્થ ઓર્ગનાઈઝેશન ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં ઉર્જા, પાણી, જૈવિક ખોરાક, વૃક્ષો, ઘનકચરાનો ભુક્કો, દરિયાઈ જીવસૃષ્ટિ વગેરે અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા અને તાલીમ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en