પ્રાણજીવનભાઈ કાલરિયાના 67માં વર્ષ નિમિત્તે 67 વિદ્યાર્થીઓને ફ્રી શાકભાજી બિયારણ કીટ અપાશે, 11 અને 12 સપ્ટેમ્બરે વધુ બે શાળાઓમાં કાર્યક્રમ યોજાશેમોરબી અપડેટ : મોરબીમાં આરોગ્ય, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે પ્રાણજીવન કાલરિયા, કિશોર ભટ્ટ (ભાવનગર) તથા મધૂરમ ફાઉન્ડેશન દ્વારા મોરબી તાલુકાની સ્કૂલોમાં 'બાળ કિસાન કાર્યક્રમ' ની એક સુંદર ઝુંબેશ ઉપાડવામાં આવી છે.આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગર્લ્સ હાઈસ્કૂલ મોરબી, પી.એમ. માધાપર કન્યા શાળા તથા કલ્યાણ વજેપર પ્રાથમિક શાળા મળીને કુલ 645 બાળકોને તાલીમ આપી 'બાળ કિસાન' યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. આગામી કાર્યક્રમ તારીખ 11 સપ્ટેમ્બરના રોજ લીલાપર પ્રાથમિક શાળા તથા તારીખ 12 સપ્ટેમ્બરના રોજ નવયુગ વિદ્યાલય, મોરબી ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ ઝુંબેશની વિશેષતા એ છે કે પર્યાવરણ પ્રેમી પ્રાણજીવનભાઈ કાલરિયાના 67 માં વર્ષ નિમિત્તે દરેક સ્કૂલમાં 67 વિદ્યાર્થીઓને શાકભાજીના બિયારણની કીટ તદ્દન ફ્રી આપવામાં આવે છે.શાળાઓમાં 45 મિનિટના આ 'બાળ કિસાન' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ મહત્વના મુદ્દાઓ પર શિક્ષણ આપવામાં આવે છે. જેમાં પર્યાવરણ બચાવ, કિચન ગાર્ડનની જરૂરિયાત, શાકભાજી વાવેતર માટેની પ્રેક્ટીકલ તાલીમ, જંતુનાશક દવાઓની આરોગ્ય પર થતી ગંભીર અસરો અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. મોરબી તાલુકાના જે સ્કૂલ સંચાલકો કે આચાર્યો પોતાની શાળામાં વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનો આગામી ફ્રી કાર્યક્રમ યોજવા માંગતા હોય, તેઓ 9426232400 નંબર પર ફોન કે વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #BaalKisan #NaturalFarming #EnvironmentAwareness #MorbiSchools #KitchenGarden