મોરબી જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીનો પુરસ્કાર ક્રિષ્ના ભાડજાએ મેળવ્યો હળવદ: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વાર્ષિક સત્રાંત પરીક્ષાના આધારે ધોરણ ૫ અને ૭ માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી ત્રણેય વિષયમાં ૭૫ % થી વધારે ગૂણ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી કરવામાં આવે છે. ૭૫ % થી વધુ ગૂણ મેળવનાર પૈકી ટોપ 5 વિદ્યાર્થીઓને પસંદ કરી ૫ સપ્ટેમ્બરનાં રોજ રાજ્ય કક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં સન્માનિત કરવામા આવે છે. વર્ષ ૨૦૨૨માં એપ્રિલ માસમાં લેવાયેલ સત્રાંત કસોટીમાં મેરરૂપર પે સેન્ટર શાળાની વિદ્યાર્થિની ક્રિષ્ના ઘનશ્યામભાઇ ભાડજા ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયમાં કુલ ગુણ ૨૪૦માંથી ૨૩૮ ગુણ મેળવી પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી થતા પ સપ્ટેમ્બરના રોજ રાજયના મહામહિમ રાજ્યપાલ , મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની હાજરીમાં પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માનિત કરવામાં આવી હતી. સમગ્ર મોરબી જિલ્લામાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદ થતાં મોરબી જિલ્લા તથા મેરૂપર પે સેન્ટર શાળાનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય, બી.આર.સી.સી., સી.આર.સી.સી તથા સરપંચ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ સહિતનાએ કિષ્ના ભાડજાને અભિનંદન પાઠવ્યા છે.