મોરબી : હાથશાળ, હસ્તકલા કારીગરોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્વરૂપે પ્રોત્સાહન આપવામાં આવે છે. જેના સંદર્ભમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન આ ક્ષેત્રના કારીગરો માટે 7 કેટેગરીમાં 33 એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના એક યુવકનો પણ સમાવેશ થાય છે. મોરબી તાલુકાના મકનસર ગામમાં રહેતા કમલેશ અમૃતલાલ નગવાડીયાને વર્ષ 2016 દરમિયાન ક્રાફ્ટની વુડ આર્ટ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા રાજ્ય કક્ષાએ એવોર્ડ મળશે. રાજ્યમાં આગામી સમયમાં 'માનવ કલ્યાણ કીટ વિતરણ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં કમલેશભાઈને તામ્ર પત્ર, રૂ. 1,00,000ની રકમનો પુરુસ્કાર ચેક તથા શાલ અર્પણ કરવામાં આવશે. આ તકે કમલેશભાઈના પરિવારજનોએ કમ્લેશભાઈને શુભેચ્છા પાઠવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate