સમગ્ર જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ મોરબી : મોરબી જિલ્લાનું આજે ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 15 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે. કુલ 6513 વિદ્યાર્થીઓએ ધો.12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષા આપી હતી અને આ તમામ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનું 100 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓની ગ્રેડવાર સ્થિતિ જોઈએ તો ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં મોરબી જિલ્લાના 15 વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યા છે. તેમજ 254 વિદ્યાર્થીઓએ એ-ટુ, 852 વિદ્યાર્થીઓએ બી-વન, 1637 વિદ્યાર્થીઓએ બી-ટુ, 2030 વિદ્યાર્થીઓએ સી-વન,1350 વિદ્યાર્થીઓએ સી-ટુ, 320 વિદ્યાર્થીઓએ ડી અને 55 વિદ્યાર્થીઓએ ઇ-વન ગ્રેડ મેળવ્યો છે. આ બોર્ડની પરીક્ષામાં કુલ નોંધાયેલા 6513 વિદ્યાર્થીઓએ પાસ કરતા જિલ્લાનું 100 ટકા પરિણામ આવ્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..