મોરબી : ભૂકંપ અને આંતરરાષ્ટ્રીય યુદ્ધોની આગાહી કરનાર પ્રખર જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશભાઈ માઢક આજે મોરબીની મુલાકાતે છે. મહેન્દ્રનગર રોડ પર આવેલા રામધન આશ્રમ ખાતે આજે 05-03-2026 ને ગુરુવારના રોજ આયોજિત વિશેષ સત્સંગમાં તેઓ ધર્મપ્રેમી જનતાની જિજ્ઞાસા સંતોષશે અને પ્રશ્નોના ઉત્તર આપશે. સચોટ આગાહીઓ માટે જાણીતા છે જયપ્રકાશ માઢકલીલીયા મોટાના વતની અને જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢક ભૂકંપની સચોટ આગાહી કરવા ઉપરાંત ઈરાન જેવા દેશો વચ્ચેના યુદ્ધની અને આંતરરાષ્ટ્રીય સ્તરની ઘટનાઓની આગાહીઓ માટે જાણીતા છે. તેઓ બિલકુલ સરળ જીવન જીવે છે અને મહંત ભાવેશ્વરીમાને બહેન માને છે. મહામંડલેશ્વર રત્નેશ્વરદેવીની લાગણીને માન આપીને તેઓ ખાસ મોરબી પધારી રહ્યા છે.પ્રશ્નોત્તરી અને સત્સંગનો સમયઆજે રાત્રે 8:00 થી 10:00 વાગ્યા સુધી 'અર્થ ધર્મ જિજ્ઞાસા' વિષય પર સત્સંગ યોજાશે. આ દરમિયાન ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો પોતાની જિજ્ઞાસા અને ધર્મ અંગેના પ્રશ્નો પૂછી શકશે, જેના ઉત્તર જયપ્રકાશ માઢક દ્વારા આપવામાં આવશે તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #Astrology #RamdhanAshram #JayprakashMadhak #Prediction #Satsang #ReligiousEvent #MorbiNews #EarthquakePrediction