મોરબી : મોરબીના લગધીરપુર રોડ પર સોરિસો ચોકડી પાસે ગત તા.14ના રોજ સવારના સમયે જીજે - 36 - યુ - 6523 નંબરની સીએનજી રીક્ષા લઈ પેસેન્જર ઉતારવા માટે ગયેલા ફરિયાદી સોમાભાઈ વસ્તાભાઈ બોસિયા રહે.કાલિકાનગર તા.મોરબી વાળાની રીક્ષાને જીજે - 36 - એલ - 6024 નંબરના ક્રેટા કારના ચાલકે પાછળથી ટક્કર મારતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતા.જેને કારણે ફરિયાદીને હાથમાં તેમજ ખભાના ભાગે ફ્રેક્ચર અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ક્રેટા કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.