મોરબી : રવાપર ચોકડી પર ટ્રાફિક પોલિસ તરીકે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીને એક પાકીટ મળી આવતા તેમાં રહેલા બેંકના કાર્ડ પરથી વિગતો મેળવી મૂળ માલિકને શોધી પરત કરતા એમની આ પ્રમાણિકતાની ચોમેરથી પ્રશંશા થઈ રહી છે. રવાપર ચોકડી નજીક ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ હેડ.કોન્સ. દેવજીભાઇ ધનજીભાઇ પટેલ, ટ્રાફિક બિગ્રેડ જવાન કપીલ પરમાર, રોહિતભાઇ ચાવડા, સમીર સુમરાને ફરજ દરમ્યાન અેક પાકીટ મળી આવ્યું હતું. જેમાં 3100 રુપિયાની રોકડ રકમ અને યુનિયન બેન્કની એક ચિઠી મળી હતી. આ સિવાય અન્ય કોઇ ડોક્યુમેન્ટ ન હતા. આથી તેઓએ બેન્કે રૂબરૂ જઇ તપાસ કરતા જાણવા મળેલ કે આ પાકીટ જે.સી.બી. અોપરેટર મુસ્તુફાભાઇ (મુળ.મધ્યપદ્રેશ, હાલ મોરબી) વાળાનુ છે. આથી બેન્કમાંથી તેમના મોબાઈલ નંબર પર ફોન કરીને તેમને રુબરુ બોલાવી પાકીટ મૂળ માલિકને સુપ્રત કર્યું હતું. આ પાકીટ કપીલભાઇ પરમારને મળેલ હતુ જેઓએ ફરજનિષ્ઠાની સાથો સાથ પ્રમાણિકતાની પણ અદ્દભૂત મિશાલ પુરી પાડી હતી. તેઓના પ્રયાસની ચોમેર પ્રશંશા થઈ રહી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274