26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ ઉત્સવનું ભવ્યાતિભવ્ય આયોજનમોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા જડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના પાવન અવસર નિમિત્તે તારીખ 23 ફેબ્રુઆરી ને રવિવારના રોજ જડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ભંડારા પ્રસાદની શુભ શરૂઆત થઈ રહી છે. ત્યારે 23 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે મહાઆરતી બાદ દરેક ભક્તગણ પરિવારના સાથ સહકારથી ભંડારાની શરૂઆત થશે. જેમાં દરેક ભક્તગણને ભંડારા પ્રસાદનો લાભ લેવા પધારવા આમંત્રણ પાઠવાયું છે.મહાશિવરાત્રિના દિવસે એટલે કે 26 ફેબ્રુઆરી ને બુધવારના રોજ જડેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારે 5 કલાકેથી પ્રથમ સવારની પૂજા-આરતી થશે. સવારે 8 કલાકેથી ભાંગ પ્રસાદનું વિતરણ ચાલુ થશે. સવારે 9-30 કલાકે જડેશ્વર મહાદેવ મંદિરે ધજા આરોહણ કરવામાં આવશે. બપોરે 1-30 થી 3-30 મંદિરમાં દર્શન બંધ રહેશે. બપોરે 4-30 કલાકે શ્રૃંગાર દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. સાંજે 6-45 કલાકે ગોધુલી બેલા અને સાથે 108 દિવડાની દિપમાલાનું આયોજન કરાયું છે. સાંજે 7-30 કલાકે મહાઆરતીમાં પધારેલા ભક્તો માટે મહાશિવરાત્રિ ફરાળ પ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 9 કલાકે ચાર પહરની પૂજા/આરતી થશે. મહાશિવરાત્રિ ઉત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે 27 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકે બ્રહ્મ ભોજનનું આયોજન કરાયું છે.