મોરબીમાં 19 કેસ ,વાંકાનેરમાં 2 કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની તેજ રફતાર આજે પણ યથાવત રહી હતી. મોરબી જિલ્લામાં આજે કોરોનાના 21 નવા કેસ નોંધાયા હતા. આ સાથે મોરબી જિલ્લા કોરોનાના કુલ કેસ 492 થયા છે. જ્યારે કોરોનાથી વધુ બે દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. ખાસ કરીને મોરબી તાલુકામાં કોરોના વધુ ઘાતક બન્યો હોય એમ આજે જિલ્લાના 21 કેસમાંથી 19 કેસ તો એકલા મોરબી તાલુકાના જ છે અને બન્ને મૃતકો પણ મોરબીના છે. આ સાથે મોરબી જિલ્લાનો કુલ મૃત્યુઆંક 36 થયો છે. આજ સુધીના જિલ્લાના 492 કેસમાંથી 311 કેસ રિકવર અને 145 કેસ એક્ટિવ રહ્યા છે. મોરબી જિલ્લાના કુલ કેસ :492 કુલ સાજા થયેલા દર્દી : 311 કુલ એક્ટિવ કેસ : 145 કુલ મૃત્યુઆંક : 36 9 ઓગસ્ટ, રવિવારે નોંધાયેલા કોરોના કેસની વિગત 1) 26 વર્ષ, પુરુષ, અમરનાથ સોસાયટી, વાંકાનેર 2) 54 વર્ષ, પુરુષ, મહાવીર નગર, પંચાસર રોડ, મોરબી 3) 32 વર્ષ, મહિલા, મહાવીર નગર, પંચાસર રોડ, મોરબી 4) 44 વર્ષ, પુરુષ, સબ જેલની સામે, મોરબી 5) 43 વર્ષ, પુરુષ, પાવન પાર્ક, શેરી નં. 4, વોરા બાગની સામે, મોરબી 6) 46 વર્ષ, પુરુષ, ઘાંચી શેરી, મોરબી 7) 50 વર્ષ, પુરુષ, પખાલી શેરી, મોરબી 8) 61 વર્ષ, પુરુષ, એવન્યુ પાર્ક, મોરબી 9) 24 વર્ષ, મહિલા, પંચાસર રોડ, મોરબી 10) 55 વર્ષ, પુરુષ, મુનનગર ચોક, મોરબી 11) 60 વર્ષ, પુરુષ, વાઘપરા શેરી નં.6, મોરબી 12) 55 વર્ષ, મહિલા, પારેખ શેરી, મોરબી 13) 25 વર્ષ, પુરુષ, નાની વાવડી ગામ, મોરબી 14) 43 વર્ષ, પુરુષ, કોટડા નાયાણી ગામ, વાંકાનેર 15) 50 વર્ષ, મહિલા, ગૌરાંગ શેરી, પારેખ શેરી, મોરબી 16) 20 વર્ષ, યુવક, ગૌરાંગ શેરી, પારેખ શેરી, મોરબી 17) 64 વર્ષ, પુરુષ, સહયોગ સોસાયટી, રવાપર રોડ, મોરબી 18) 22 વર્ષ, પુરુષ, લક્ષ્મીનગર ગામ, મોરબી 19) 2.5 વર્ષ, બાળક, મોરબી 20) 44 વર્ષ, પુરુષ, વાઘપરા, જેલ રોડ, મોરબી 21) 41 વર્ષ, મહિલા, વાઘપરા, જેલ રોડ, મોરબી આજે મૃત્યુ પામેલા દર્દીની વિગત 1) 54 વર્ષ, મહિલા, સામાંકાંઠે, મોરબી-2 (પોઝિટિવ આવેલ તારીખ 6 ઓગસ્ટ) 2) 50 વર્ષ, પુરુષ, પારેખ શેરી, મોરબી (પોઝિટિવ આવેલ તારીખ 7 ઓગસ્ટ)