મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 8 ઓગસ્ટ, 2024 છે. આજે વિશ્વ બિલાડી દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ શ્રાવણ, પક્ષ સુદ, તિથિ ચોથ, વાર ગુરુ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ. મહત્વપૂર્ણ ઘટનાઓ1509 – મહારાજ કૃષ્ણદેવ રાય વિજયનગર સામ્રાજ્યના સમ્રાટ બન્યા.1549 – ફ્રાન્સે ઈંગ્લેન્ડ સામે યુદ્ધની ઘોષણા કરી.1605 – ફિનિશ શહેર ઓલુની સ્થાપના સ્વીડનના રાજા ચાર્લ્સ નવમાં દ્વારા કરવામાં આવી હતી.1609 – વેનિસના સેનેટે ગેલિલિયો દ્વારા તૈયાર કરાયેલ ટેલિસ્કોપનું નિરીક્ષણ કર્યું.1700 – ડેનમાર્ક અને સ્વીડનમાં શાંતિ સંધિ પર હસ્તાક્ષર થયા.1763 – વર્ષોના સંઘર્ષ પછી કેનેડા આખરે પેરિસ કરારના આધારે ફ્રેન્ચ સત્તાથી સ્વતંત્ર બન્યું.1771 – ઇંગ્લેન્ડમાં હોર્શમાં પ્રથમ રેકોર્ડ ટાઉન ક્રિકેટ મેચ રમાઈ.1786 – યુએસ કોંગ્રેસે ચલણ માટે ચાંદીના ડૉલર અને દશાંશ સિસ્ટમ સ્વીકારી.1839 – બીટા થીટા પાઇ ઓક્સફોર્ડ, ઓહિયોમાં સ્થપાઇ.1864 – જીનીવામાં રેડ ક્રોસની સ્થાપના કરવામાં આવી.1876 - થોમસ આલ્વા એડિસને મિમિયોગ્રાફનું પેટન્ટ કરાવ્યું.1887 – એન્ટોનિયો ગુઝમેન બ્લેન્કો વેનેઝુએલાએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો.1899 – એ. ટી. માર્શલે રેફ્રિજરેટરની પેટન્ટ કરાવી.1900 – બોસ્ટનમાં પ્રથમ ડેવિસ કપ શ્રેણી શરૂ થઈ.1919 – રાવલપિંડીની સંધિમાં બ્રિટને અફઘાનિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપી.1929 – જર્મન વાયુયાન (બલૂન) 'ગ્રાફ ઝેપલિન' તેની વિશ્વપ્રદક્ષિણા માટે ઉપડ્યું.1941 – સોવિયત યુનિયનના આક્રમણના ત્રણ મહિના પછી, નાઝી જર્મનીના સૈનિકોએ લેનિનગ્રાડને ઘેરી લીધું.1942 – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બોમ્બે (હવે મુંબઈ) સત્રમાં ‘ભારત છોડો આંદોલન ઠરાવ’ પસાર કર્યો.1945 – સોવિયેત સંઘે બીજા વિશ્વયુદ્ધમાં જાપાન સામે યુદ્ધની ઘોષણા કરી.1945 – યુએસ પ્રમુખ હેરી ટ્રુમેને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર પર હસ્તાક્ષર કર્યા.1947 – પાકિસ્તાને તેના રાષ્ટ્રીય ધ્વજને મંજૂરી આપી.1949 – ભૂતાનને સ્વતંત્રતા મળી.1950 – ફ્લોરેન્સ ચેડવિકે 13 કલાક, 22 મિનિટમાં ઇંગ્લિશ ચેનલ સ્વિમિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો.1956 – બેલ્જિયમના મેરિસિનેલની ખાણમાં આગ અને વિસ્ફોટમાં 26 કામદારોના મોત થયા.1963 – ઈંગ્લેન્ડના બકિંગહામશાયર શહેરમાં ટ્રેન લૂંટની ઘટના બની.1967 – દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોના સમૂહની સ્થાપના માટે ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર અને થાઈલેન્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.1967 – આઝાદી પછી પહેલીવાર કેન્દ્ર સરકારને લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.1973 – દક્ષિણ કોરિયાના રાજકારણી કિમ ડે-જંગનું ટોક્યોમાં KCIA દ્વારા અપહરણ કરવામાં આવ્યું.1974 – રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને રાષ્ટ્રવ્યાપી ટેલિવિઝન સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી.1988 – અફઘાનિસ્તાનમાં 9 વર્ષના યુદ્ધ પછી રશિયન સૈન્યની પીછેહઠ શરૂ થઈ.1988 – આઠ વર્ષના સંઘર્ષ પછી ઈરાન અને ઈરાક વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી.1990 – ઇરાકના તત્કાલીન સરમુખત્યાર સદ્દામે જાહેરાત કરી કે તેણે 19મા પ્રાંત તરીકે કુવૈતને પોતાના દેશનો ભાગ બનાવ્યો છે.1991 – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઉત્તર અને દક્ષિણ કોરિયાના સભ્યપદને મંજૂરી આપી.1994 – ઇઝરાયેલ અને જોર્ડનને જોડનાર લિંક રોડ ખુલ્યો.2002 – તાઇવાન સ્વતંત્ર બનવા માટે જનમત મેળવવાની યોજનામાંથી પાછળ હટ્યું.2003 – પંદર નાના દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં તાઈવાનના સભ્યપદને સમર્થન આપ્યું.2004 – ઇટાલીએ બોફોર્સ બ્રોકરેજ કેસના મુખ્ય આરોપી ઓટ્ટાવિયો ક્વાટ્રોચીને ભારતને સોંપવાનો ઇનકાર કર્યો.2004 – જાપાને ચીનને હરાવીને એશિયા કપ ફૂટબોલ જીત્યો.2008 – ચીનના બેઇજિંગમાં ૨૯મા ગ્રીષ્મ ઓલમ્પિકનો શુભારંભ થયો.2013 – પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલામાં 28 લોકો માર્યા ગયા.2019 – નાનાજી દેશમુખ (મરણોત્તર), ડો. ભૂપેન હજારિકા (મરણોત્તર) અને શ્રી પ્રણવ મુખર્જીને ભારત રત્ન એનાયત.2020 – તિબેટના ગાંસુ પ્રાંતમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનને કારણે 100 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 2000 લોકો ગુમ થયા. તેજસ્વિની સાવંત મ્યુનિખમાં આયોજિત વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 50 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને આ સિદ્ધિ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ1903 – નગીનદાસ પારેખ, ગુજરાતી વિવેચક, સંપાદક તેમજ અનુવાદક (અ. ૧૯૯૩)1904 - ત્રિભુવન નારાયણ સિંહ – ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.1908 - સિદ્ધેશ્વરી દેવી – શાસ્ત્રીય સંગીત ગાયિકા1913 – અમૃતલાલ યાજ્ઞિક, વિવેચક, જીવનવૃતાંત લેખક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક1915 - ભીષ્મ સાહની – ભારતીય લેખક, હિન્દી નાટ્યકાર અને અભિનેતા (અ. ૨૦૦૩)1921 - વુલિમીરી રામલિંગસ્વામી – ભારતીય તબીબી વૈજ્ઞાનિક.1940 - દિલીપ સરદેસાઈ – ભારતીય ક્રિકેટર. (અ. ૨૦૦૭)1941 - લતા દેસાઈ – ગુજરાતના પ્રખ્યાત મહિલા ડૉક્ટ ર.1942 - બલબીર સિંહ ખુલ્લર – ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સભ્ય હતા.1948 - કપિલ સિબ્બલ – કોંગ્રેસ પક્ષના નેતા1949 - પ્રસન્ના આચાર્ય – બારમી અને તેરમી લોકસભાના સભ્ય.1952 - સુધાકર રાવ – ભારતીય ક્રિકેટર.1955 - રાજીવ મહર્ષિ – ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ1968 - અબે કુરુવિલા – ભારતીય ક્રિકેટર.1973 - શેન લી, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર1975 - જ્હોન બારલા – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી1977 - મોહમ્મદ વાસિમ, પાકિસ્તાની ક્રિકેટર1981 - રોજર ફેડરર, સ્વિસ ટેનિસ ખેલાડી1994 - મીરાબાઈ ચાનુ – ભારતીય વેઈટલિફ્ટરપ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ117 – ટ્રાજન, રોમન સમ્રાટ (જ. ૫૩)1948 – યેલ્લાપ્રગડ સુબ્બારાવ, ભારતીય વિજ્ઞાનિક (જ. ૧૮૯૫)2000 - એસ. નિજલિંગપ્પા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1968-1969 સુધી પ્રમુખ હતા.2003 – બંસીલાલ વર્મા, ચિત્રકાર અને વ્યંગચિત્રકાર (જ. ૧૯૧૭)2005 – અહમદ દીદાત, ગુજરાતી મૂળના એક દક્ષિણ અફ્રિકન લેખક અને સાર્વજનિક વક્તા (જ....