મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 6 ઓગસ્ટ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ શ્રાવણ, પક્ષ સુદ, તિથિ બીજ, વાર મંગળ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.મહત્વની ઘટનાઓ1890 – ન્યુયોર્કની 'ઔબર્ન જેલ'માં, હત્યાનો ગુનેગાર, 'વિલિયમ કેમ્મ્લર', વિદ્યુત ખુરશી દ્વારા મૃત્યુદંડ પામનાર પ્રથમ માનવી બન્યો.1926 – હેરી હુડિની (જાદુગર)એ તેમનાં મહાન કૌશલ્યનું પ્રદર્શન કર્યું, તેમણે ચુસ્ત રીતે બંધ, પાણીથી ભરેલ ટાંકીમાં ૯૧ મિનિટ વિતાવ્યા બાદ તેમાંથી છુટવામાં સફળ થયો.1940 – એસ્ટોનિયા સોવિયેત યુનિયનનો ભાગ બન્યું.1945 – દ્વિતીય વિશ્વયુદ્ધ: અમેરિકન બી-૨૯ બોમ્બર વિમાન 'એનોલા ગે' એ 'લિટલ બોય' નામનો અણુબોંબ ફેંકતા, જાપાનનું હિરોશિમા શહેર છિન્નભિન્ન થઇ ગયું. આશરે ૭૦,૦૦૦ લોકો તુરંતજ મોત પામ્યા, અને લાખો લોકો ત્યાર પછી વર્ષો સુધી અણુબોંબને કારણે ઉદ્ભવેલ તાપ અને વિકિરણોની ઝેરી અસરને કારણે રિબાઇ રિબાઇને મર્યા.1962 – જમૈકા યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.1991 – 'ટિમ બર્નર્સ-લી'એ 'વર્લ્ડ વાઇડ વેબનો વિચાર વર્ણવતી ફાઇલ જાહેર કરી. 'WWW'એ ઇન્ટરનેટ સેવાઓમાં, જાહેર જનતાનાં લાભાર્થે, પ્રવેશ કર્યો.1996 – નાસાએ જાહેર કર્યું કે 'ALH 84001' નામની ઉલ્કા, જે મંગળમાંથી છુટી પડી હોવાનું મનાતું, પ્રાથમિક જીવનનાં પુરાવાઓ ધરાવે છે.2010 – ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના મોટા ભાગમાં પૂરથી તારાજી સર્જાઈ, ૭૧ શહેરોને નુકસાન થયું અને ઓછામાં ઓછા ૨૫૫ લોકો માર્યા ગયા.2012 – નાસાનું ક્યુરિઓસિટી રોવર મંગળની સપાટી પર ઉતર્યું.પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ1881 – સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જીવવિજ્ઞાની, પેનિસિલિનની શોધક (અ. ૧૯૫૫)1933 – એ.જી.ક્રિપાલસિંઘ, ભારતીય ક્રિકેટર (અ. ૧૯૮૭)1939 – ચંદ્રકાન્ત મહેતા, ગુજરાતી કવિ, વાર્તાકાર, સંપાદક અને પત્રકાર1959 – રાજેન્દ્ર સિંહ (Rajendra Singh), વૉટરમેન ઑફ ઇન્ડિયા તરીકે ખ્યાત ભારતીય પર્યાવરણવાદી1970 – મનોજ નાઇટ શ્યામલન, ભારતીય/અમેરિકન ચલચિત્ર દિગ્દર્શક.પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1925 – સુરેન્દ્રનાથ બેનરજી, કોંગ્રેસના નેતા (જ. ૧૮૪૮)2019 – સુષ્મા સ્વરાજ, ભારતીય રાજકારણી અને સુપ્રિમ કોર્ટના વકીલ (જ. ૧૯૫૨)(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)