ગીતાબેન દોશી દ્વારા કેમ્પનું આયોજન : વાલીઓને નિષ્ણાંત તબીબો આપશે માર્ગદર્શન મોરબી : સ્વ. વિનોદભાઈ સી. મણિયારના સ્મરણાર્થે ગીતાબેન પ્રકાશભાઇ દોશી દ્વારા રોટરી ક્લબ ઓફ મોરબી અને લાયોનેસ ક્લબ ઓફ મોરબીના સહયોગથી શારિરીક અને માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની સાર સંભાળ અને વિકાસ વિશે વાલીઓ માટે સંસ્કાર ઇમેજિન સેન્ટર, GIDC પાછળ, શનાળા રોડ ખાતે તા.૫ને શનિવારે સાંજે ૪થી૬ દરમિયાન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. શુ આપનું બાળક સામાન્ય પ્રવુતિ જેમ કે, ચાલી, બેસી કે શારીરિક બેલેન્સ નથી રાખતું? બાળકને ભણવામાં, બોલવામાં તકલીફ છે? આપનું બાળકનું મેન્ટલી રીટ્રાડેડ, ઓટીઝ્મ ,લર્નિંગ ડીસેબિલિટી, સેરેબ્રલ પ્લસી, ડાઉન સીનન્ડ્રોમ કે ડીકલેસિયા જેવી કોઈ સમસ્યા ધરાવે છે. તો આ સેમિનારમાં ભાગ લ્યો. આ સેમિનારમાં આપના બાળકની સાર સંભાળ વિશે મોરબીનાં જાણીતા ફેકલ્ટી ડો. હેમા પટેલ (gynecologist) ડો.અમિત ઘુલે (pediatrician), ડૉ.નીતિન અગ્રવાલ(physiotherapist) દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે નીલા છનીયારા મો.નં.942828059, સ્વાતિ પોરિયા મો.નં.9824106461 ઉપર સંપર્ક કરવાનો રહેશે.