મોરબી અને ટંકારમાં વધુ પોણો ઇંચ સાથે આજનો કુલ 6 ઇંચ વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા મોરબી : મોરબીમાં આજે 30 ઓગસ્ટ, રવિવારથી મેઘરાજાની સવારી ચાલુ છે. આજે સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં માળિયામાં વધુ ધોધમાર 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મોરબી અને ટંકારમાં પોણો ઇંચ અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લામાં આજે 30 ઓગસ્ટ, રવિવારે સાંજના વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત મોરબી : 17 mm વાંકાનેર : 14 mm હળવદ : 03 mm ટંકારા : 19 mm માળીયા : 65 mm મોરબી જિલ્લામાં આજે 30 ઓગસ્ટ, રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત મોરબી : 154 mm વાંકાનેર : 20 mm હળવદ : 12 mm ટંકારા : 30 mm માળીયા : 94 mm નોંધ : 25 mm બરાબર 1 ઇંચ વરસાદ થાય.