મોરબી : મોરબી જિલ્લામાંમાં આજે સવારથી વરસાદ શરૂ થયો હતો. જોકે, વહેલી સવારના 6 થી 10 વાગ્યા સુધી મોરબીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયા બાદ આજે સવારના 10 થી 12 સુધીમાં માત્ર બે કલાકમાં ટંકારામાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે, જિલ્લામાં અન્યત્ર ક્યાંય વરસાદ નોંધાયો હતો. મોરબીમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ટંકારામાં આજે સવારે 10 વગ્યાની આસપાસ મેઘરાજા તૂટી પડ્યા હતા અને ટંકારામાં આજે સવારે 10 થી બપોરના 12 વાગ્યા સુધીમી 35 મીમી એટલે દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જોકે, આ સમયગાળામાં જિલ્લામાં અન્યત્ર કર્યાય વરસાદ નોંધાયો ન હતો. જ્યારે હાલ મેઘાડમર વચ્ચે મોરબીમાં ધીમધારે વરસાદ ચાલુ છે. ત્યારે વધુ વરસાદ ખેડૂતો સહિત તમામ જનજીવન માટે આફતરૂપ હોવાથી લોકો મેઘરાજાને ખમૈયા કરવા આજીજી કરી રહ્યા છે.