મોરબી : મોરબીમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં સર્વત્ર 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ચારેય કોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લાના તમામ ડેમો સવારથી ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે રાહતની વાત એ છે કે ગઈકાલે સાંજે 4 વાગ્યા બાદ મેઘરાજાએ મોરબી જિલ્લામાં વિરામ લીધો છે. અને સાથે મોરબી જિલ્લાના ડેમોમાં પણ પાણીની આવક ઘટી રહી છે. ત્યારે જાણો 25 ઓગસ્ટ, મંગળવાર સાંજના 6 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ... 1. મચ્છુ-2 ડેમ, 12,826 ક્યુસેકની જાવક, 5 દરવાજા 4 ફૂટ ખુલ્લા 2. મચ્છુ-3 ડેમ, 16,636 ક્યુસેકની જાવક, 4 દરવાજા 4 ફૂટ અને 1 દરવાજો 3 ફૂટ ખુલ્લા 3. ઘોડાધ્રોઇ ડેમ, 1141 ક્યુસેકની જાવક, 1 દરવાજો 0.50 ફૂટ ખુલ્લો 4. ડેમી-3 ડેમ, 380 ક્યુસેકની જાવક, 1 દરવાજા 0.5 ફૂટ ખુલ્લા 5. ડેમી-1 ડેમ, 895 ક્યુસેકની જાવક, 0.07 મી. ઓવરફ્લો 6. ડેમી-2 ડેમ, 388 ક્યુસેકની જાવક, 1 દરવાજા 0.5 ફૂટ ખુલ્લા 7. બંગાવડી ડેમ, 542 ક્યુસેકની જાવક, 0.2 મી. ઓવરફ્લો 8. મચ્છુ-1, 6,572 કયુસેકની જાવક, 0.27 મી. ઓવરફ્લો 9. બ્રાહ્મણી-1 ડેમ, 6,995 ક્યુસેકની જાવક, 0.8 ફૂટે ઓવરફ્લો 10. બ્રાહ્મણી-2 ડેમ, 18,000 કયુસેકની જાવક, 6 દરવાજા 3.5 ફૂટ ખુલ્લા મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર.. મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર.. #MorbiUpdate https://www.facebook.com/morbiupdate/