રાત્રીના 8 સુધીમાં વાંકાનેરમાં વધુ એક ઇંચ સાથે આજનો કુલ 6 ઇંચ વરસાદ નોંધાયો, ટંકારા પણ છેલ્લી બે કલાકમાં વધુ એક ઇંચ પડ્યોમોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. જિલ્લા વાંકાનેરમાં સારા વરસાદ બાદ છેલ્લી બે કલાક એટલે સાંજે 6થી 8 વાગ્યામાં હળવદમાં મુશળધાર 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અને હજુ પણ વરસાદ ચાલુ છે.જ્યારે સાંજે 6 થી 8 માં વાંકાનેર અને ટંકારા પણ વધુ એક ઇંચ વરસાદ પડ્યો હતો.મોરબી જિલ્લામાં 25 ઓગસ્ટે સાંજે 6 થી 8માં નોંધાયેલો વરસાદવાંકાનેર - 20 mmહળવદ - 96 mmમોરબી - 01 mmટંકારા - 26 mmમાળીયા મી. - 23 mmમોરબી જિલ્લામાં 25 ઓગસ્ટે સવારથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં નોંધાયેલ કુલ વરસાદવાંકાનેર - 140 mmહળવદ - 114 mmમોરબી - 19 mmટંકારા - 38 mmમાળીયા મી. - 34 mm