મોરબી : મોરબી જિલ્લામાં આજે 25 ઓગષ્ટ સાતમના દિવસે મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. જેમાં હળવદ અને વાંકાનેર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. વાંકાનેરમાં 6 ઇંચ વરસાદની સાથે હળવદમાં છેલ્લા 4 કલાકમાં જ 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. મોરબી જિલ્લામાં આજે રાત્રીના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદની વિગત નીચે મુજબ છે.મોરબી જિલ્લામાં રાત્રે 10થી 12 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદવાંકાનેર - 04 mmહળવદ - 00 mmમોરબી - 02 mmટંકારા - 18 mmમાળીયા મી. - 03 mmમોરબી જિલ્લામાં 25 ઓગસ્ટે સવારથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદની વિગતવાંકાનેર - 160 mmહળવદ - 159 mmમોરબી - 37 mmટંકારા - 63 mmમાળીયા મી. - 43 mm