ઉપરવાસમાં વરસાદ બંધ થતા પાણીની આવકમાં ઘટાડો: નદીમાં 7738 ક્યુસેક પાણીનો આઉટફ્લો ચાલુમોરબી અપડેટ : મોરબીના જોધપર પાસે આવેલ મચ્છુ-2 ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમના દરવાજા બંધ કરીને ઘટાડવામાં આવ્યા છે. આજે તારીખ 02/08/2026 ના રોજ સવારે 10:00 વાગ્યાની સ્થિતિ મુજબ હવે ડેમના માત્ર 2 દરવાજા 6 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે.હાલ મચ્છુ-2 ડેમ તેની કુલ સંગ્રહશક્તિના 100% ભરાયેલો છે. ઉપરવાસમાંથી ડેમમાં 8318 ક્યુસેક પાણીનો ઈનફ્લો (આવક) થઈ રહ્યો છે, જેની સામે નદીના પટમાં 7738 ક્યુસેક પાણીનો આઉટફ્લો (જાવક) ચાલુ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌની યોજના હેઠળ પણ 580 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ઉપરવાસમાં વરસાદ બંધ થઈ જતાં પાણીની આવક ઘટી છે, છતાં પણ વહીવટી તંત્ર દ્વારા ડેમની જળસપાટી અને પાણીની આવક-જાવક પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.#Morbi #MorbiUpdate #Machchhu2Dam #GateDecrease #DamUpdate #Monsoon2026 #MorbiNews #GujaratRain #WaterRelease