11 ઓગસ્ટ : મચ્છુ જળ હોનારાતની 41મી વરસી, આ વર્ષ મૌન રેલી રદ કરાઈ મણીમંદિર પાસેઆવેલ મચ્છુ જળ હોનરત સ્મૃતિ સ્થંભે નાગરિકો માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ જણાવીને પુષ્પજંલી, શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે મોરબી : 11 ઓગસ્ટ 1979 નો કાળો દિવસ મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે આ દિવસે મચ્છુ જળ હોનારતની ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. મચ્છુના પૂરે મોરબીમાં તબાહીનું તાંડવ કર્યું હતું. મચ્છુ પુરની ગોઝારી દુર્ઘટનામાં હજારો લોકો અને પશુઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગયા હતા .ત્યારે મોરબીવાસીઓની કાળજું કંપાવનારી મચ્છુ જળ હોનારતની આગામી 11 ઓગસ્ટ, મંગળવારે 41મી વરસી છે. જોકે દર વર્ષે મચ્છુ જળ હોનારતના મૃતાત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા માટે હોનારતની વરસીએ મોરબી નગરપાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા આ મૌન રેલી રદ કરવામાં આવી છે અને તા.11 ને મંગળવારે મચ્છુ હોનરતની વરસીએ મણીમંદિરમાં આવેલ મચ્છુ જળ હોનારતના દિવગતોના સ્મૃતિ સ્તંભને દરેક નાગરિકો માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ જણાવીને પુષ્પજંલી ,શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે તેમ નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની યાદીમાં જણાવાયું છે.