મોરબીમાં હાલમાં પડેલા વરસાદથી ભરાયેલા પાણીથી મચ્છુ જળ હોનારતની યાદ તાજા થઇ ગઈ : 40 વર્ષ પેહલા તો મચ્છુના પૂરે થોડી વારમાં ભારે તબાહી કરતા હજારો માણસો અને અબોલ પશુઓ મોતને ભેટ્યા : સેંકડો મકાનો અને ઇમારતો તથા ઉધોગ ધંધાને ગંજાવર નુકશાન થયું : ભયાનકતા અને બિહામણી સ્મૃતિઓ છોડી જનાર મચ્છુ જળ હોનારતની દુર્ઘટનાની રવિવારે 40મી વરસીએ આસુના પુર વહેશે : નગરપાલિકા દ્વારા મૌનરેલી કાઢીને દિવગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરાશે મોરબી : મોરબીમાં 10 ઓગસ્ટના રોજ પડેલા વરસાદથી મોરબી શહેરમાં ભરાયેલા પાણીથી અત્યારની પેઢીના લોકોને આ પાણી પણ પૂર સમાન લાગ્યા હશે. પરંતુ ગઈકાલનો વરસાદ અને ભરાયેલા પાણી જોઈને જૂની પેઢીના લોકોને આજથી 40 વર્ષ પેહલા મોરબીમાં આવેલા જળ હોનારતની યાદ અને એ ભયાનક દ્રશ્યો તાજા થઇ ગયા હશે. ત્યારે આજથી 40 વર્ષ પહેલાના જળ પ્રલયની વાત કરીએ તો મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળો ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ 1979ની મરછુ જળપ્રલય દુર્ઘટનાએ આજથી 40 વર્ષ પહેલાં મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ લીલા કરી હતી. હજારો લોકોને મરછુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા. સેંકડો પશુઓ પુરમાં તણાઈને મોતને ભેટ્યા હતા.અનેક મકાનો તથા ઇમારતો ધરાશયી થઇ હતી. ચારેકોર લટકતી માનવ તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. ત્યારે આ મચ્છુ જળ હોનારતની દુર્ઘટનાની પરમ દિવસે રવિવારે 40મી વરસીએ આસુંના પુર વહેશે અને નગરપાલિકા દ્વારા મૌન રેલી કાઢીને હોનારતના દિવગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરશે. 11 ઓગસ્ટ 1979ના દિવસની વાત કરીએ તો તે દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મરછુ-2 ડેમ તૂટવા ની સાથેજ મોરબીમાં મોતનું તાંડવ થયું હતું. મરછુ ડેમના રાક્ષસી કાળના પાણીના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા હતા. એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી.મકાનો, મોટી મોટી ઈમારતોને મરછુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકોને ઉંચાઈ વળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ ,મરછુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા. મોરબીના ઈતિહાસમાં સૌથી વધુ કરૂણ કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા જ પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મચ્છુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી. સેંકડો માનવ મૃત દેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃત દેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબી વાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું છે. મચ્છુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી. આ જળપ્રલય દુર્ઘટનાની રવિવારે 40મી વરસી છે ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખ માંથી ભય સાથે લાચારીના પૂર વહે છે. આ દિવસે નગરપાલિકા દ્વારા મૌનરેલી કાઢવામાં આવે છે. મૌનરેલી કાઢીને મણિમંદિર પાસેના દિવગંતોના સ્મૃતિ સ્તંભને પુષ્પાંજલિ કરી બે મિનિટ મૌન પાળીને સમગ્ર શહેરીજનોને શ્રદ્ધાંજલી આપે છે. હોનારત સમયે 11 સાયરન વગાડાય છે. જોકે,જળહોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તો માટે અસરકારક કામગીરી કરી હતી. મોરબી શહેરે મચ્છુ હોનારતની દુર્ઘટના બાદ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થઈને આપબળે વિકાસ સાધ્યો હતો અને મોરબી શહેર આજે વિકાસના ટોપ ગિયર પર દોડી રહ્યું છે પણ મોરબીવાસીઓ મચ્છુ હોનારતની દુર્ઘટનાને આજે 40 વર્ષે પણ ભૂલી શક્યા નથી. રવિવારે આ બિહામણી સ્મૃતિઓ છોડી જનાર મચ્છુ જળ હોનારતની 40મી વરસી છે. ત્યારે અસરગ્રસ્તોની આંખમાંથી એ સમયની લાચારી અને ભયાનકતા ડોકતા આસુના પુર વહેશે. જ્યારે મચ્છુ જળ હોનારતની 40મી વરસીએ ઘટનાના સમયે જ નગરપાલિકા દ્વારા મોન રેલી કાઢવામાં આવશે. જેમાં 21 સાયરન વગાડી મોટી સંખ્યામાં લોકો જોડાઈને મણીમંદિરમાં આવેલા દિવગતોના સ્મૃતિ સ્તભને પુષ્પાજલી અર્પણ કરશે. તબાહીના સત્તાવાર આંકડા મચ્છુ પુર દુર્ઘટનાના સતાવાર આંકડા પ્રમાણે આ હોનારતમાં 6158 મકાન, 1800 ઝુપડા સાવ નાશ પામ્યા હતા અને 3900 જેટલા મકાનને નુક્શાન થયું હતુ. સરકારી આંકડા મુજબ 1439 માનવ અને 12,849 પશુઓના જીવ ગયા હતા. ડોક્યુમેન્ટરી ફિલ્મ મોરબીના સિનિયર પત્રકાર દિલીપ બરાસરા અને અમદાવાદના પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિય તથા હર્ષદ ગોહેલએ મચ્છુ પુર દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળીને મોરબીની ભાવિ પેઢીને આ ઘટનાની સાચી માહિતી મળે તે માટે મચ્છુ પુર દુર્ઘટના પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં મચ્છુ હોનારતની ભયાનકતાનું સચોટ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સોશિયલ મીડિયામાં 49 લાખથી વધુ લોકોએ જોઈ છે અને મચ્છુ જળ હોનારતની વરસીએ આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું સ્થાનિક ચેનલ પર પ્રસારણ કરવામાં આવે છે અને પત્રકાર દિલીપ બરાસરા ભાવિ પેઢીને આ ઘટનાની સચોટ માહિતી મળે તે માટે શાળા કોલેજમાં આ ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવીને યોગ્ય માહિતી આપે છે. મચ્છુ જળ હોનારત પરનું પુસ્તક મોરબીમાં આવેલ જળ હોનારતનું સરકારે સાચું કારણ રજુ કરવાને બદલે કમિટીનું વિસર્જન કરી દીધું હતુ જેના કારણે લોકો આ પ્રલયનું સાચું કારણ જાણી શક્યા ન હતાં ત્યારે આ કારણ બહાર લાવવાંનું બીડું મૂળ મોરબીનાં વતની અને અમેરિકામાં વસતા યુવાન ઊત્પલ...