મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 10 ઓગસ્ટ, 2024 છે. આજે વિશ્વ સિંહ દિવસ અને વર્લ્ડ બાયોફ્યુઅલ ડે છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ શ્રાવણ, પક્ષ સુદ, તિથિ છઠ્ઠ, વાર શનિ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ. મહત્વપૂર્ણ ઘટનાઓ1675 – લંડન ખાતે રોયલ ગ્રીનવિચ વેધશાળાનું ખાતમુહૂર્ત કરાયું.1741 – ત્રાવણકોરના રાજા માર્થાન્ડા વર્માએ કોલાચેલના યુદ્ધમાં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને હરાવી ભારતમાં ડચ સંસ્થાનવાદી શાસનનો અસરકારક રીતે અંત આણ્યો.1846 – વૈજ્ઞાનિક 'જેમ્સ સ્મિથસન' દ્વારા પાંચ લાખ ડોલરનું દાન મળ્યા પછી, અમેરિકન કોંગ્રેસ દ્વારા 'સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ'ની સ્થાપનાની ઘોષણા કરાઇ.1897 – જર્મન રસાયણશાસ્ત્રી ફેલિક્સ હોફમેન એસ્પિરિનના સંશ્લેષણની સુધારેલી રીત શોધી કાઢી.1999 -ચેચન્યામાં ઇસ્લામિક ભૂરાએ દાગેસ્તાનને સ્વતંત્ર જાહેર કર્યું.2000 – શ્રીલંકામાં વડાપ્રધાન પદ પરથી સિરીમાવો બંદરનાઈકેનું રાજીનામું, આર. વિક્રમનાયકે શ્રીલંકાના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત.2001 – અમેરિકન મિસાઇલ સિસ્ટમને રશિયાનું શરતી સમર્થન.2003 – યુનાઇટેડ કિંગડમનાં 'કેન્ટ' પરગણામાં અત્યાર સુધીનું યુનાઇટેડ કિંગડમનું ઉંચામાં ઉંચું તાપમાન, ૩૮.૫°સે.(૧૦૧.૩°ફે.) નોંધાયું. યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત ૧૦૦°ફે. કરતાં ઉંચું તાપમાન નોંધાયું.2004 – સંયુક્ત રાષ્ટ્ર અને સુદાન વચ્ચે ડાર્ફુર એક્શન પ્લાન પર હસ્તાક્ષર.2006 – શ્રીલંકામાં તમિલ વિદ્રોહીઓ પર લશ્કરી કાર્યવાહીમાં 50 નાગરિકો માર્યા ગયા હતા.2008 – અમરનાથ જમીનના ઉકેલ માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની બેઠકમાં, વર્ષ 2005ના હાઈકોર્ટના આદેશને લાગુ કરવા માટે સંમતિ દર્શાવવામાં આવી હતી. ચેન્નાઈની એક લેબમાં એઈડ્સ વિરોધી રસીનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ1755 – નારાયણ રાવ, મરાઠા સામ્રાજ્યના પાંચમા પેશવા (અ. ૧૭૭૩)1853 – ઇચ્છારામ દેસાઈ, ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક અને પત્રકાર (અ. ૧૯૧૨)1860 - વિષ્ણુનારાયણ ભાતખંડે – હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિદ્વાન (અ. ૧૯૩૬)1894 - વી.વી.ગીરી – ભારતના ચોથા રાષ્ટ્રપતિ. (અ. ૧૯૮૦)1916 - પ્રેમ અદીબ – ભારતીય અભિનેતા.1938 – જયંત મેઘાણી, સંપાદક, અનુવાદક અને પુસ્તક વિક્રેતા, ઝવેરચંદ મેઘાણીના દ્વિતીય પુત્ર (અ. ૨૦૨૦)1945 – વિજય શાસ્ત્રી, ગુજરાતીના ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક1962 – દેવાંગ મહેતા, માહિતી તકનીકીના સલાહકાર (અ. ૨૦૦૧)1963 - ફૂલન દેવી – ભારતની મહિલા ડાકુ, ચંબલખીણની ડાકુરાણી. (અ. ૨૦૦૧)1975 - હેમંત સોરેન – ઝારખંડ મુક્તિ મોરચાના નેતા.1986 - સૌરવ ઘોષાલ - ભારતના સ્ક્વોશ ખેલાડી.પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1968 – રાવજી પટેલ, આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર (જ. ૧૯૩૯)1977 - શ્યામલાલ ગુપ્તા – ભારતના ધ્વજ ગાન ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા’ના રચનાકાર.1980 - સરસ્વતી દેવી – ભારતના પ્રથમ મહિલા સંગીતકાર.1986 - અરુણ કુમાર શ્રીધર વૈદ્ય – ભારતીય સેનાના 13મા આર્મી ચીફ હતા.1995 - હરિશંકર પરસાઈ – પ્રખ્યાત લેખક અને વ્યંગકાર2012 – સુરેશ દલાલ, ગુજરાતી ભાષાના કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક (જ. ૧૯૩૨)2017 – રૂથ ફાઉ, પાકિસ્તાનની મધર ટેરેસા તરીકે ઓળખાતા જર્મન-પાકિસ્તાની ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર. (જ.૧૯૨૯)2018 - અંતત બજાજ – બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના ડિરેક્ટર.2021 - બાલાજી તાંબે – ભારતના પ્રખ્યાત આયુર્વેદાચાર્ય અને આધ્યાત્મિક શિક્ષક હતા.(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)