મોરબી અને માળિયા તાલુકાના 32 ગામોને હાઈ એલર્ટ કરાયા: લોકોને નદીના પટમાં ન જવા વહીવટી તંત્રની તાકીદમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 100% ભરાઈ ગયો છે. મચ્છુ-2 સિંચાઈ યોજનાના સેક્શન અધિકારી બી.સી. પનારા દ્વારા હાઈ એલર્ટ મેસેજ જારી કરવામાં આવ્યો છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી આજે બપોરે 12 વાગ્યે ડેમના 4 દરવાજા 6 ફૂટ ખોલીને 14058 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. આ અંગે જિલ્લા વહીવટી તંત્રને પણ માહિતગાર કરવામાં આવેલ છે.ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી મચ્છુ નદીના હેઠવાસમાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.મોરબી તાલુકાના એલર્ટ કરાયેલા ગામો1. જોધપર, 2. લીલાપર, 3. ભડીયાદ, 4. ટીંબડી, 5. ધરમપુર, 6. રવાપર, 7. અમરેલી, 8. વનાળિયા, 9. ગોર ખીજડીયા, 10. માનસર, 11. નવા સાદુળકા, 12. જુના સાદુળકા, 13. રવાપર નદી, 14. ગુંગણ, 15. નારણકા, 16. બહાદુરગઢ, 17. નવા નાગડાવાસ, 18. જુના નાગડાવાસ, 19. સોખડા, 20. અમરનગર, 21. મોરબી, 22. વજેપર.માળીયા તાલુકાના એલર્ટ કરાયેલા ગામો1. વીરવદરકા, 2. દેરાળા, 3. નવાગામ, 4. મેઘપર, 5. હરીપર, 6. મહેન્દ્રગઢ, 7. ફતેપર, 8. સોનગઢ, 9. માળિયા (મી), 10. રાસંગપર.વહીવટી તંત્રની અપીલઉપરોક્ત ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલ-મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ પોતાના ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ડેમની હાલની સપાટી 187.73 ફૂટ (9.98 મીટર) નોંધાઈ છે, અને ડેમમાં હાલ 14638 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.#Morbi #MorbiUpdate #Machhu2Dam #HighAlert #GujaratRain #MorbiNews #Maliya #DamAlert #WeatherUpdate