ગુજરાતના વિવિધ શહેરોમાં ઓડિશન રાઉન્ડ યોજાયા બાદ 22 ફેબ્રુઆરી 2025માં મોરબી ખાતે મેગા ફાઇનલ યોજાશેમોરબી : મોરબીની વિનર્સ ડાન્સ એકેડમી દ્વારા તા.22 ફેબ્રુઆરી 2025ના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનો મેગા ફાઇનલ યોજાનાર છે. જેના ઓડિશન મોરબીથી શરુ થશે. તા.22 ડિસેમ્બરને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે નીલકંઠ સ્કૂલ, રવાપર રોડ મુકામે આ ઓડિશન યોજાશે. આ ઇવેન્ટમાં બોલિવૂડ કોરિયોગ્રાફ દિપીકા સોની ધૂમ મચાવશે. ત્યારબાદ ગુજરાતના અનેક શહેરોમાં ઓડિશન રાખેલ છે. જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, વડોદરા, અમદાવાદ અને ગાંધીધામમાં, ભુજ પણ ઓડિશન યોજાશે. તા. 22 ફેબ્રુઆરી 2025ના રોજ મેગા ફાઈનલ મોરબી ખાતે યોજાશે. જેનાં ઓર્ગેનાઇઝર વિનર્સ ડાન્સ એકેડમીના સંજયભાઈ છે. જેઓ છેલ્લા 20 વર્ષમાં બોલિવૂડના નામી કોરિયોગ્રાફ જેવા કે સરોજ ખાન, ધર્મેશ સર તથા સુમિત પેડમને સાથે રાખીને અનેક ડાન્સ કોમ્પિટિશન કરી ચૂક્યા છે.આ આયોજનને સફળ બનાવવા સંજય વ્યાસ, પારૂલ સોની (એડવોકેટ) રામ મહેતા, ઘનશ્યામ સિંહ ઝાલા, કૌશલભાઈ મહેતા, જીતુ રબારી, આરતી રતનાની, કામિની સિંગ, રસિક વ્યાસ, ભાવેશ ડાભી, મયુરી બેન કોટેચા, ઇલેશ પટેલ, વિશાખા દવે તેમજ બોલિવૂડ ફિલ્મ લાઈન પ્રોડયુસર & પ્રોડક્શન કંટ્રોલર કમલેશ ગોસ્વામી જહેમત ઉઠાવી રહ્યા છે. નામ રજીસ્ટ્રેશન કરાવી ફોર્મ મેળવવા માટે મો.નં. 9979182222, મો.નં. 9904798048, મો.નં. 9137944440 અથવા મો.નં. 9879125576 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. તેમ યાદીમાં જણાવાયું છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news