મોરબી : કોરોના વાયરસની વૈશ્વિક મહામારી શરુ થયાને બે વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. કોરોના વેક્સિનના લીધે કોરોના સંક્રમણ પણ ઘટી ગયું છે. ત્યારે હવે ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ સોમવારથી શરુ થઇ ગયું છે. ત્યારે મોરબી જિલ્લામાં 100 ટકા ઓફલાઇન શિક્ષણના પ્રથમ દિવસે 83.57 ટકા વિદ્યાર્થીઓ શાળામાં હાજર રહ્યા હતા. કોરોના કાળમાં લોકડાઉનની પરિસ્થિતિ બાદ ઓનલાઇન-ઓફલાઈન બંને રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે કોરોના સંક્રમણ પર કાબુ આવતા સોમવારથી સંપૂર્ણપણે ઓફલાઈન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ઓફલાઇન શિક્ષણ 100 ટકા થતા પ્રથમ દિવસે જિલ્લાની 970 જેટલી શાળાઓમાં 1,95,532 વિદ્યાર્થીઓમાંથી 1,63,407 એટલે કે 83.57 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં 612 સરકારી શાળાના 96,918માંથી 95,556 એટલે કે 98.59 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.