જિલ્લા પંચાયતના 150 જેટલા કર્મચારીઓને ફરજિયાત ઓનલાઈન હાજરી પુરવી પડશે મોરબી : મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કામ કરતા કર્મચારીઓ ઉપર વોચ રાખવા માટે હવે ટૂંકાગાળામાં ફિંગર હાજરી મશીન મુકાશે. ખાસ કરીને લેઈટ લતીફ કે ગુટલીબાજો ઉપર વોચ રાખવા માટે ઓનલાઈન હાજરીની વ્યવસ્થા કરવામાં આવશે. તેથી જિલ્લા પંચાયતના 150 જેટલા કર્મચારીઓને ફરજિયાત ઓનલાઈન હાજરી પુરવી પડશે. મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં 150 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે.પણ ઘણીવાર અમુક કર્મચારીઓ મોડા આવતા હોય કે ગુટલી મારી દેતા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠે છે.તેથી આવા લેટ લતીફ અને ગુટલીબાજો ઉપર વોચ રાખવા માટે હવે જિલ્લા પંચાયતના બન્ને ગેઇટ ઉપર ફિંગર મશીન મુકાશે. જેથી કર્મચારીઓને આવતી જતી વખતે ફરજિયાત ફિંગર દ્વારા હાજરી નોંધાવાની રહેશે. જો કે નગરપાલિકામાં અગાઉ આવો કીમિયો નિષફળ નીવડ્યો હતો.ત્યારે જિલ્લા પંચાયતમાં ખરેખર આ કીમિયો કામ કરશે કે કેમ તે જોવું રહ્યું.