એટ્રોસીટીના કેસમાં ન્યાય ન મળતા આધેડ દવા પી લેતા સારવાર અર્થે ખસેડયા મોરબી : મોરબીની એસપી કચેરી પાસે આજે એક આધેડે આત્મવિલોપનનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એટ્રોસીટીના કેસમાં ન્યાય ન મળતા આધેડ ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા કેશવજીભાઈ ત્રીકમજીભાઈ ચાવડાએ થોડા સમય અગાઉ એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. પણ આ બનાવમાં હજુ આરોપી પકડાયા ન હોવાથી આરોપીઓને ત્વરિત પકડી પાડવાની રજુઆત પણ તેમણે કરી હતી. આ આરોપી ન પકડાતા આજે મોરબીની એસપી કચેરી પાસે કેશવજીભાઈ ત્રીકમજીભાઈ ચાવડાએ ઝેરી દવા પી લેતા તત્કાળ પોલીસ સ્ટાફ પહોંચી ગયો હતો અને તેમને સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડયા છે.