પોલીસની ખાસ ડ્રાઇવના વિરોધમાં વાંકાનેર બાદ મોરબીમાં પણ રીક્ષા ચાલકોનો વિરોધ મોરબી : મોરબીમાં રીક્ષા ચાલકો દ્વારા હડતાલ પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહેન્દ્રનગર ચોકડી પાસે રિક્ષાઓ રોકી દેવાય હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા બે દિવસ પૂર્વે રીક્ષા ચાલકો વિરુદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી હતી અને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના વિરોધમાં મહેન્દ્રનગર ચોકડી પાસે માળિયા ફાટક નજીક આજે રિક્ષાચાલકો એકત્ર થઈ રીક્ષાના થપ્પા લગાવવામાં આવ્યા છે. આ રિક્ષાચાલકોએ અહીંથી પસાર થતી અન્ય રીક્ષાઓને અટકાવી પેસેન્જરને ઉતરાવ્યાં હતા. આમ આજે હડતાલ પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ મામલે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે.