મોરબીના લીલાપર રોડ ઉપર બનેલી ઘટનામાં પુત્રએ કરેલી પોલીસ ફરિયાદના ખારમાં ત્રણ શખ્સોએ વૃદ્ધને મારી નાખવા પ્રયાસ કરતા ફરિયાદ મોરબી : મોરબીના લીલપર રોડ ઉપર અગાઉ પુત્રએ કરેલી પોલીસ ફરિયાદ કર્યાનો ખાર રાખી એક શખ્સે બાઈક ઉપર આવી રહેલા વૃદ્ધને કચડી નાખવા પ્રયાસ કરી ધોકા વડે હુમલો કરી લૂંટ ચલાવી જાતિ પ્રત્યે હડધૂત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર વિલસન પેપરમીલ સામે બાઈક લઈને આવી રહેલા અરજણભાઇ પાલાભાઇ રાઠોડના પુત્ર અમૃતભાઈ રાઠોડે અગાઉ આરોપી રવીભાઇ ખાંભલા વિરુદ્ધ ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી અરજણભાઇ પાલાભાઇ રાઠોડ બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે આરોપી રવીભાઇ વાલાભાઇ ખાંભલા તેમજ બે અજાણ્યા શખ્સોએ નંબર વગરની સ્વીફટ કારથી બાઇકને ટક્કર મારી બાદમાં ધોકા વડે હુમલો કરી મુંઢ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરવાની સાથે ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 500ની લૂંટ ચલાવતા ત્રણેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનાર અરજણભાઇ પાલાભાઇ રાઠોડએ ફરિયાદ નોંધાવી છે.