બે અજાણ્યા બુકાની ધારી ચોર ઇસમો સામે બૅંક મેનેજરે ફરિયાદ નોંધાવી હળવદ : મોરબીમાં બેંકનું એટીએમ મશીન તોડી 15.70 લાખ રૂપિયા ઉપાડી ગયાની ઘટનાની સાથે હળવદમાં પણ SBI બૅંકના ATM મશીનને તોડવાની કોશિશ કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે અજાણ્યા બુકાની ધારી ચોર ઇસમો સામે બૅંક મેનેજરે ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે આ બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુરજભાઈ ગજેન્દ્રપ્રસાદ ખત્રી (ઉ.વ.૩૨ ધંધો-બેન્ક મેનેજર રહે-ગ્રીનપાર્ક હળવદ તા.હળવદ) એ કોઇ બે અજાણ્યા બુકાની ધારી ચોર ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૭ ના રોજ રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ચરાડવા ગામ SBI બેંકની બહાર SBIના ATM મશીન ખાતે તસ્કરો ત્રાટકયા હતા. કોઈ બે અજાણ્યા ચોર ઈસમોએ ફરીના SBI બેંકના ATM ના શટ નુ તાળુ તોડી ATM મશીન રૂમમા પ્રવેશ કરી ચોરી કરવાના ઈરાદાથી ATM મશીન તોડવાનો પ્રયત્ન કરી ATM મશીનને કોઈ હથીયારથી રૂ.૨૫૦૦૦ નુ નુકશાન કરીને નાસી છૂટ્યા હતા. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..