પાંચ આરોપીઓ કાર લઈને આવી ઘરના ફળિયામાં કાર ઘુસાડી, પોલીસને ફોન કરતા કાર રેઢી મૂકી નાસી ગયાહળવદ : હળવદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મીઠાના કારખાનામાં કામ કરતા યુવક સાથે સામું જોવા જેવી નજીવી બાબતે પાંચ શખ્સોએ બાઈક પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી કાર યુવકના ઘરના ફળિયામાં ઘુસાડી દેતા બનાવ અંગે ભોગ બનનાર યુવકના પત્નીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઈડીસીમાં હનુમાનજી મંદિર પાસે રહેતા પાયલબેન અર્જુનભાઇ સડલીયા ઉ.23 નામના પરિણીતાએ આરોપી રફીક કાદરભાઈ જામ, હારુન કાસમ, નિઝામ, સમીર રફીક જામ રહે. જીઆઇડીસી, હળવદ અને આરોપી સુરેશ પરમાર રહે.બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે,ગઈકાલે સવારે આરોપીઓ કારમાં ઘસી આવ્યા હતા અને ફરિયાદી પાયલબેનના પતિ અર્જુનભાઈના બાઈક પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરી કાર ઘરના ફળિયામાં ઘુસાડી દીધી હતી.બાદમાં પાયલબેને 112 જનરક્ષક પોલીસ કંટ્રોલના જાણ કરતા પોલીસ આવતા આરોપીઓ જીજે - 36 - એજે - 0820 નંબરની કાર મૂકી નાસી ગયા હતા અને જતા જતા કહેતા ગયા હતા કે અર્જુનને કહેજો અમારી સામે જુવે નહિ અને આ વિસ્તાર છોડી જતા રહેજો નહિ તો મજા નહિ આવે.આ બનાવ અંગે પાયલબેનની ફરિયાદના આધારે હળવદ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.