હળવદની દેવળીયા ચોકડી પાસેની ઘટનામાં બાઈક ચાલકે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદની દેવળીયા ચોકડી પાસે બાઈકની કાર ચાલકે સાઈડ કાપ્યાનો ખાર રાખી બાઈક ચાલકે કાર ચાલક ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે કાર ચાલકે આરોપી બાઈક ચાલક સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કમલેશભાઈ બાબુભાઈ થોરકડીયા (ઉ.વ.૨૮, ધંધો-ખેતી, રહે.ગામ-સુરવદર, તા.હળવદ) એ આરોપી ધર્મેન્દ્રભાઈ કરશનભાઈ ધામેચા (રહે.ગામ-સુદરવદર, તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૫ ના રોજ દેવળીયા ચોકડી ખાતે આરોપી ધર્મેન્દ્રભાઈ કરશનભાઈ ધામેચાએ તેઓના મોટર સાયકલની ફરીયાદીએ પોતાના ફોર વ્હીલ ગાડી નંબર GJ.36.V.9482 થી સાઈડ કાપ્યાનુ મનદુખ રાખી જેમ ફાવે તેમ ગાળો આપી પોતાના હાથમા રહેલ લોખંડનો પાઇપના ત્રણ-ચાર ઘા ફરીયાદીના ડાબા હાથના કાંડા ઉપર મારી ફેકચર કરી તથા માથાના પાછળના ડાબી બાજુના ભાગે લોખંડના પાઈપથી એક ઘા મારી ઈજા પહોચાડી હતી. આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.