મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ કેશવ હોલ સામે મિલન પાર્ક નજીક ફરિયાદી સિકંદર કાદરભાઈ મોવર ઉ.24 રહે.પંચાસર રોડ નામના યુવાન પર જૂની અદાવતનો ખાર રાખી આરોપી શાહરુખ પરમાર તેમજ આરોપી ઇરફાન નાનુભાઈ ઘાંચી રહે.બન્ને મિલનપાર્ક -3 વાળાઓએ છરી તેમજ ધારીયા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.