મોરબી : મોરબીમાં પ્રેમ લગ્નનો ખાર રાખીને યુવાનના પિતા ઉપર યુવતીના પરિવારે પાઇપ વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે 4 શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ખોડિયારનગરમાં રહેતા જગદીશભાઈ વાલજીભાઈ સિરવીએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓના દીકરાએ રાજેન્દ્રભાઈ અમરદાનભાઈ ગઢવીની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનો ખાર રાખીને રાજેન્દ્રભાઇ, ધર્મેન્દ્રભાઈ રાજેન્દ્રભાઇ ગઢવી અને બે અજાણ્યા શખ્સોએ મહેન્દ્રનગર નજીક આઈટીઆઈ પાસે લોખંડના પાઇપ ફટકાર્યા હતા. આ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.