ગારીડા નજીક હાઇવે પર બોલેરોમાં આવેલ શખ્સોએ હુમલો કર્યોવાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં રહેતા યુવાન અને ડમ્પર ચાલક વચ્ચે અગાઉ ગામમાંથી ડમ્પર ચલાવવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી પાંચ શખ્સોએ બોલેરો ગાડીમાં આવી યુવાનને ગારીડા નજીક હાઇવે પર આંતરી હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા વિવેક વિનુભાઈ ભૂસડીયા ઉ.20 નામના યુવાને આરોપી લોમકુંભાઈ કાઠી, કળુભાઈ કાઠી રહે.બન્ને મેસરિયા, આરોપી હરેશભાઇ રહે.રંગપર, દોલુભાઈ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી લોમકુંભાઈ સાથે વિવેકને ગામમાંથી ડમ્પર ચલાવવા બાબતે અગાઉ બોલાચાલી થઈ હોવાથી આ બાબતનો ખાર રાખી આરોપીઓએ બોલેરો ગાડીમાં આવી ફરિયાદી રીક્ષામાં જતા હતા ત્યારે ગારીડા હાઇવે પર હુમલો કર્યો હતો.હુમલાની આ ઘટનામાં આરોપીઓએ લાકડાના ધોકા વડે વિવેકને બેફામ માર મારતા બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.