મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડ નજીક યુવાન સામે ટગર ટગર જોતા વ્યક્તિને સામું કેમ જુવો છો કહેતા આરોપીએ નખોડીયા ભરી ઢીકા પાટુનો માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા બસસ્ટેન્ડ નજીક ઉભેલા સનતભાઈ ભીખાલાલ દુબલ રહે.વાઘપરા વાળા સામે આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરુ ટાવર નટુભા ઝાલા રહે.શનાળા રોડ હાઉસિંગ કવાટર્સ વાળા ટગર ટગર સામે જોતા હોય સનતભાઈએ સામે કેમ જુવો છો તેવું પૂછતાં આરોપી વિરુ ટાવર ઉર્ફે વિરેન્દ્રસિંહ નખોડીયા ભરાવી ઢીકા પાટુનો માર મારતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.