મોરબીના મકનસર ગામે મારામારીની ઘટનામાં ચાર શખ્સો સામે ફરિયાદ મોરબી : મોરબીના મકનસર ગામે આ બાજુ કુદરતી હાજતે આવવું નહિ તેમ કહી યુવાન પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવા મકનસર ગામેં આવેલ ધનજીભાઇની દુકાનની બાજુમાં રહેતા કુંવરજીભાઇ બચુભાઇ પરમાર (ઉ.વ.૨૯) એ આરોપીઓ છગનભાઈ ઉર્ફે સુનિલ જેસીંગભાઇ પરમાર, કિશોર બાબુભાઇ ગોહેલ, આનંદ બાબુભાઇ ગોહેલ, સંજયભાઈ ઉર્ફે લાલો પરશોતમભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૬ ના રોજ રાત્રીના આશરે આઠેકા વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના નવા મકનસર ગામેં પાણીના ટાંકા પાસે એક આરોપીએ ફરીયાદીને કહેલ કે, તમો આમ ક્યા ગયેલ હતા તમારે આ બાજુ સંડાસ જવા નહી આવવાનું તેમ કહી ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ તમામ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો મુંઢ માર મારી ફરીયાદીને માથાના ભાગે છરી મારેલ તેમજ બન્ને સાહેદોને હાથમાં પાણો રાખી એક-એક ધા માથાના ભાગે મારી આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ફરિયાદ નોંધી પોલીસે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..